બુરખો જુનો ઉતારું જોઇલે,
રૂપ બદલાયું છે મારું જોઇલે.
એક 'હા' તેં બોલવા મોડું કર્યુ,
એ ઘરે છે આજ તાળું જોઇલે.
યાદ તારી આવતી પણ કેટલી?
ચાળણી લઇને હું ચાળું જોઇલે.
ભુલી જઇશું કે તરસ લાગી હતી,
આંખ એની પાણીયારું જોઇલે.
વાયરો જો આવશે તો લઇ જશે,
ગંજીફાનું ઘર અમારું જોઇલે.
- વિપુલ અમરાવ
No comments:
Post a Comment