*અછાંદસ*
કાશ....
સમયની ગતિને થોડી ધીમી કરી શકાય...
કેટલું છુટયું પાછળ ...
અેક જીવન જાણે વિખુટું પડી ગયું ..
મારી અંદર નો કોઇ હિસ્સો જાણે મારા મારાથી અલગ થઇ ગયો.
કેટલી યાદો આમ જ ભુતકાળ બની ગઇ.
શ્ર્વાસો ની સરગમ બેસુરી થઇ ગઇ.
સપનાની ઉડાન ખોવાઇ ગઇ.
કાશ..
સમયચક્ર ફરી જાય
થોડું પાછળ લઇ જાય.?
કાશ ...
એવું થાય.. એ સખીઓ ની ટોળી..
મનમરજીની આઝાદી...
ના બંધન ના કોઇ રોક ટોક...
ધડીક ની કીટ્ટા ને બુચા..
દુનિયાભર ની ખુશી ખિસ્સા માં જ સમાતી.
ના કાલની ચિંતા આજની ફિકર..
કાશ..
એક સ્વપ્ન
એ પહેલો પ્રેમ...
એ નજર...
એ સ્પર્શ ...
એ તારું હળવે થી ચુંમવું
ચોરી ચોરી નજર મીલાવવું..
એ નામ પર વાત વાત માં શરમાવું..
કાશ...
બધી યાદો ને પાછી જીવી શકાય....
કાશ.... સમયચક્ર ...સમયથંભી જાય..
શું શકય છે...?
કાશ...
જયાં તુ ને હું મલ્યા તા...
સમય જ રોકાઇ જાય...
ફરી જીવી લઉં ...
તને આંખો માં ભરી લઉં..
તને મારી હથેળીની રેખા ઓમાં કેદ કરી લઉં..
કાશ..
આ સ્વપ્નને હકીકત કરી શકું...
"કાજલ"
કિરણ પિયુષ શાહ
03/04/17
No comments:
Post a Comment