એમ પૂછીને થાય નહિ પ્રેમ ખબર છે તને?
કઈ કેટલીય યાદોમાં મલકાય ખબર છે તને ?
હોઠ પર આવેલી વાતો કંઈ કેટલીય અટકી
કહેતા હૈયું કેટલુંય છલકાય ખબર છે તને ?
અરે !શૂન્ય મસ્તિષ્કમાં ભ્રમણ તારું ફરે
રુધિર બની રક્તમાં તું ફેલાય ખબર છે તને ?
અંગે અંગેમાં તારા નામનું જોબન રેલાય,
ચિતર્યું નામ તારું ઉરમાં રંગાય ખબર છે તને ?
શંખ ફૂંક્યો હવે તારા પ્રેમનો આભમાં "યશવી"
નાદ કરી ને કેમ બોલાવાય ખબર છે તને ?
રૂપાલી "યશવી"
No comments:
Post a Comment