Wednesday, 5 April 2017

ગઝલ

રોજે દર્દો કોઈ નવા લઉં છું,
ને એક બી.પી. ની દવા લઉં છું.

ગુન્હો મને સ્વીકાર છે હવે તો,
હા, શ્વાસ માં થોડી હવા લઉં છું.

વ્હોરી લઉં ઝગડો ઈશ્વર હારે,
આ અહમ ને ઓગાળવા લઉં છું.

હું તો દયાળુ છું ઈશ્વર માટે,
ક્યાં કોઈ દી એને મારવા લઉં છું.

હું એમ તો આ શ્વાસ નો લઉં પણ,
માઁ એ કહ્યું એ પાળવા લઉં છું.

- કુશલ "નિશાન" દવે.

No comments:

Post a Comment