Wednesday, 5 April 2017

૧૩ હાઈકુ

હાઈકૂ

1
બુઝાયો દીવો
પવન ફૂકાયોતો
હથેળી ક્યાં ?

2
આથમી સંધ્યા
યાદો ને સથવારે,
અશ્રુ ની ધારે.

3
દેખ્યુતું એક
ગુલાબ ને હસતું,
કંટક આડે.

4
સજી'તી સંધ્યા
સુરજ વળાવવા,
ઘૂંઘટ ખોલી.

5
આંખના ખૂણે
એક વાદળી હસી,
પાંપણ ભીની.

6
સૂનો અવાજ
પહાડે અથડાઈ,
બન્યો પડઘો.

7
ડોકાયું આભ
તૂટેલી છત માં થી,
ચાંદ છુપાયો.

8
આવ્યો વંટોળ
આપી દીધો અંજામ,
પુષ્પ બિચારા.

9
હતું આંગણ
અધૂરી ઈચ્છાઓ નું
બાવળ ઊગ્યો

10
ગુંગળામણ
બુઝેલા સ્મરણની
ધુમ્રસેર થી

11
આશા નિરાશા
કુદરત સકળ
મૌન અકળ

12
ઢળતી સંધ્યા
ફરકતી પાંપણ
ખામોશ અશ્રુ

13
બંધ નયને
પાંપણ પસવારી
શમણું સુતું

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment