Tuesday, 25 April 2017

ગઝલ

હવે બધાંજ ફાંસલા હટાવીને આ ક્ષણમાં આવ તું
અને ફેંસલા સઘળા મિટાવીને એક કણમાં આવ તું

આ ધૂળિયું મન ફરી ગોટે ચડે એ પહેલા એકવાર
અંદર એક વંટોળ શમાવીને રજકણમાં આવ તું

આ લાલ સૂરજ મારશે ડૂબકી થાકીને આખો દિવસ
સંધ્યાની ગોધુલી બની આજ મનનાં ઘણમાં આવ તું

સંબંધ સંસારી સઘળા સળગી ઉઠ્યા જયારે હવે
રૂહ થી રૂહના નિઃસ્વાર્થ રુહાની સગપણમાં આવ તું

હવે આ પ્યાસની પરાકાષ્ઠા પહોંચી "પરમ" ક્ષિતિજે
ઝાંઝવાના જળ બની મનનાં "પાગલ" રણમાં આવ તું

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment