સામે હતા ને મારાથી રડાઈ ગયું,
રુબરુ આવ્યા ને દિલ ડઘાઈ ગયું.
ખુબ મહેકતા હતા ગુલાબ માફક,
શ્વાસ લીધો, નાક ચિડાઈ ગયું.
હિંમત કરી સામું બોલી ગયો હું,
પણ ત્યારે જ પાનું પલટાઈ ગયું.
સ્મશાનમાં એક જ્યોત સળગતી,
જોઈ ને પાછું અહીં અવાઈ ગયું.
ડૂબતો હતો "રાગ' પ્રેમના દરિયે,
હાથ જાલ્યો ને બધું ભુલાઈ ગયું.
....ચિરાગ બી. દેવગાણિયા "રાગ'
No comments:
Post a Comment