Tuesday, 11 April 2017

ગઝલ

અફવા ઓ શહેરમાં ઠેર ઠેર ફરતી થઈ ગઈ
નિર્દોષ  દિલની આજ કેવી ફજેતી થઈ ગઈ

પ્રણય ની પીડા ને સમજી શક્યું  નહીં જગત
ચો દિશાએ લાશ ઝાડ પર લટકતી થઈ ગઈ

સ્વાર્થના સૂતરના તાંતણે બંધાય સબંધ અહી
સ્નેહ પ્રેમ લાગણી ની ગાંઠ સરકતી થઈ ગઈ

આંખ ની પણ શેહ  શરમ રહી નહી  સંસારમાં
માણસ ની માણસાઈ દર દર ભટકતી થઈ ગઈ

ડમરી  ઊડે નફરત ના ધૂળ કેરી  વંટોળ બની
આંખ મારી એટલે જ આજ ટપકતી  થઈ ગઈ

ખૂટી ગઈ  શાહી તારી  કલમ માં નક્કી  આજે
એટલેજ તો કલમ તારી”મૌન” અટકતી થઈ ગઈ
                          વિનોદ.બી.ગુસાઈ”મૌન”

No comments:

Post a Comment