Tuesday, 11 April 2017

ગઝલ

કોણ જાણે કેમ એવું થાય છે
હાજરી તારી સતત વર્તાય છે

છે નહીં પ્રત્યક્ષ સાથે તોય પણ
એ જ હોંકારો મને સંભળાય છે

યાદ રાખ્યું, યાદ ના કરવું છતાં
યાદ તો છે યાદ,આવી જાય છે

- શબનમ

No comments:

Post a Comment