Tuesday, 11 April 2017

ગઝલ

જિંદગી ચોપાટમાં ઈશ સોગઠાં તું મૂકતો,
જીતવાને કાજ થોડાં ચોકઠાં હું મૂકતો.

આવકારો આપવાનો યમ તને તો પ્રેમથી,
દેખ મારા દ્વાર ઘરનાં મોકળા હું મૂકતો.

ચાલ બાજી હું લગાવું શ્વાસની પણ આજતો,
લે ભલે ને , દર્દ વાળા થોકડાં તું મૂકતો.

દેહ મારો ચાલવાનો કૈંક એવા ખંતથી,
રક્ત ઝરતા છો ઝખમનાં પોપડાં તું મૂકતો.

થઇ રમત ગંભીર શૂન્ય ચોકડીની આપણી,
ને 'કજલ'નાં નામ સામે ચોકડાં તું મુકતો.

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment