Tuesday, 11 April 2017

હાઈકુ

*હાઇકુ *
-પ્રકાશ પરમાર

સ્પર્શ છે કાફી
નથી શબ્દો જરૂરી
આપણી વચ્ચે
-----------------
બોલ્યા વિના જ
પામીએ પરસ્પર
વાત ઉરની
-----------------
સવાર આવી
ઉઠામણાંના ફોટા
લઇ છાપામાં
----------------
બપોર તપે
છલોછલ નદી
પરસેવાની
----------------
સાંજ પડે ને
સુરજ અણનમ
રમશે કાલે
---------------
આંખ છે ઝાંખી
ભલું તાકતી તોયે
મા દીકરાનું
--------------

No comments:

Post a Comment