Tuesday, 25 April 2017

ગીત

કહેવું છે કેટલું ને જરા પણ સમય નથી ,
શબ્દો ઘણા બધા છે અને કોઈ લય નથી .

જીવતરના થાક સાથે હું જાગું છું રોજ રોજ ,
કલ્પું છું રાતના , એ સ્વરે પ્રલય નથી .

શબ્દોનું રૂપ જોઉં છું , વાંચી શકું છું મૌન ,
કીર્તિની ક્યાં સ્પૃહા , હવે મૃત્યુનો ભય નથી !

તોફાની સાગરોના ભવર છે આ વર્તુલો ,
કોઈ રૂપાળા હાથે સુહાતા વલય નથી .

આંખો મળી એ પહેલા ને છુટા પડ્યા પછી ,
ભરપુર પ્રેમ છે : છતાં વચ્ચે પ્રણય નથી .

-હરીન્દ્ર દવે

No comments:

Post a Comment