ગઝલ
આ ધરા પર કોઈ તો કણસ્યુ હતું
ક્યાંકથી રૂદન અહી વરસ્યુ હતું
કેટલાં આંસુ બધાનાં પી ગયું
એક રણ જે પ્રેમનું તરસ્યુ હતું
શ્વાસની ધીમી ગતિ બસ થઈ હતી
દેહમાંથી વ્હાલ પણ વણસ્યુ હતું
આંસુઓ થીજી ગયાં તો લીલ થઈ
એક સપનું એટ્લે લપસ્યુ. હતું
ભીતરેથી અંધ લોકોનું હ્રદય
આંખનો આકાર થઈ ઉપસ્યુ હતું
જિજ્ઞl મહેતા
No comments:
Post a Comment