*|| રાષ્ટ્ર સર્વપ્રથમ ||*
આર્યાવર્તના આસમેં, ફિલ્મ ગીત ગ્રજ ફંદ
છોડ્યા દોહા છંદ, ભજન કિર્તનો ભારતી
મનથી બાળક માન લ્યો, ભૂમીને ભગવાન
માતૃ તણાય માન, ભાર દ્વિ હોદે ભારતી
સ્વચ્છ રાખતા સડકને, શેની ધરણી સેવ
સમરાંગણે સદૈવ, ભક્તો સાચા ભારતી
આજ સુધી અહરાણ સબ, દેતા જાજા દખ્ખ
અબ ખેલે રખ અખ્ખ, ભાલે ફોડું ભારતી
અંગ્રેજોએ આજના, ચોર્યા વેદો ચાર
સાચા કાઢ્યા સાર, ભલા વાપર્યા ભારતી
ઈશ કરતા પણ આગળે, મુજ વ્હાલી ધર માઁ
ગમતી જાણે ગાં, ભરવાડુંને ભારતી
જરૂર ત્યાગું જીંદગી, સરકાર કીધે કેમ
આખર મરવું એમ, ભૂલેચુકે ન ભારતી
સાચવતી સબ સામટું, સમરાંગણ સરકાર
સદા અરી સતકાર, ભુક્કા કરે ન ભારતી
માયા કાયા મોજમાં, ક્ષત્રી હરેક ક્ષણ
રદ્દ કરી રક્ષણ, ભૂલ્યા વચનો ભારતી
સમરાંગણરા સૈનિકો, હરદમ યુદ્ધે હાર
પોચી લિયે પગાર, ભાવ વિના શું ભારતી
ભૂમી થાકી ભારથી, ભા રતિ ન મુખ રેખ
આથી જોતો એક, ભારથ રથી ભારતી
વંદન ખુબ વસુંધરા, વંદન વારંવાર
ભગવાનો ભરમાર, ભક્તો તમ રત ભારતી
- *ધાર્મિકભા ગઢવી*
No comments:
Post a Comment