Monday, 17 April 2017

ગઝલ

પ્રેમના દાવા'ય તેઓ પ્રેમથી કરતા રહ્યા.
એટલે નભના'ય તારા તૂટતા ખરતા રહ્યા.

રેતમાં માર્યા હલેસા ફોસલાવી નાવને,
શ્વાસ પરપોટા બની મૃગજળ ઉપર તરતા રહ્યા.

કેટલા ખાબોચિયાં એ કાંકરા લઇ ઢાંકતી,
કે ઉઝરડાઓ હવે જાતે મલમ ભરતા રહ્યા.

સાત ફેરાના વચન ને આંખનું કાજળ રડયું,
રાત ભર તમને જ જોવા નેણ આ મરતા રહ્યા.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment