ક્યારેક અચાનક ગઝલની લખવાની આમ પ્રેરણા પણ મળી જતી હોય છે શ્રીમતી પૂર્ણિમા ભટ્ટ ‘તુષા’ સાથે વોટ્સએપ પર વાત વાતમાં લખેલી ગઝલ મૂકી છે. મત્લાનો ઉલા મિશરો ‘તૃષા’નો છે, બાકીના શેર મારા લખેલા છે.
નહિ બોલવું એટલે શું સમજવું ?
હશે હોઠ પર એમને કઈ અરજવું !
તને લાગણીનું ગણિત ક્યા ખબર છે?
વગર દાખલાએ બધુયે નીપજવું!
હજી ઉબરા પર દીવો એ કરે છે,
અને હું હવા થઇ સતત એને પજવું.
હૃદયના કરું ટૂકડે ટૂકડા પણ
પ્રણયની પ્રથા એ પુરાણી કેમ ભજવું?
કે મારું ગજું ખુબ ટૂંકું પડે છે
હવે માપનું ક્યાંથી હું લાવું ગજવું?
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment