Monday, 17 April 2017

ગઝલ

.
અમે તો પ્રણયમાં સદા રાચનારા
ફના થઇ જઈ દાખલા અપનારા
અમારી ગુલામી કરે છે ખુશાલી..... અમે તો પ્રણયમાં

દુનિયા છે દુશ્મન પ્રણયની ખરેખર
કહી દઉં છું દુનિયા ! નથી કોઈ ફિકર
પચાવી જઈશું બધી પાયમાલી ..... અમારી ગુલામી

સજલ હોય છે આંખડી જેની તરસી
હશે લાગણી કેવી અંતરમાં વરસી !
ખુશી ગમની આંસુ કરે છે દલાલી ..... અમારી ગુલામી

કદી પ્રેમીઓને તું ચેડા નહિ કર,
સરેઆમ પડકારી દેશું, ઓ ઈશ્વર !
જનમ માનવીનો ન લીધો છે ખાલી..... અમારી ગુલામી

કે મંથન ઘણો ખુશ છે એ વિચારે
જનાજો જશે તો જશે ભરબજારે
જગત આપી દેશે પછી તો બહાલી..... અમારી ગુલામી
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment