Tuesday, 25 April 2017

અછાંદસ

તુ કોણ હોઈ શકે?
અહી છે,તહી છે ,સર્વત્ર છે

ચુપ છે કે બોલતી !
સન્નાટામાં ય સંભળાતું આ ગીત તારું જ છે ,
કે જે મને જગવી નર્તન કરાવે કંપકંપનું

તારા આ નયન સાથે રચતી તારકમૈત્રી
તારી આ મેઘ જેવી શ્યામલ સુંદરતા

અને અગ્નિશિખા જેવી કામુકતા, જાણે આદીકાલની કમનીયતા
મને જગાડી ,રાસલીલા રમાડી , બની જાય તુ અપ્સરા ને

હું તને શોધતો,ઘુમતો બસ ! ફરી રહું આકાશે પાતાળે ને

તુ ધરા પર રહી પરી સરખી, ઉડી જાય ક્ષણભરમાં

ક્ષણિક મનને વેગ આપી , દેહને ઝંઝોળી
કૌણ તુ?

તુ મારી કલ્પના કેવળ કલ્પના…..

અસ્મિતા

No comments:

Post a Comment