Tuesday, 25 April 2017

ગઝલ

ગઝલ
લગાગા,      લગાગા

બધાંને    ખબર  છે,
અજાણ્યું  નગર  છે.

સમય  છે  ઘવાયો,
ડગમગ  ડગર   છે.

સિતારા   ખરે   જો,
નભે  તો  અરર  છે.

રડે    છે    અશ્રુઓ,
કવિની   કબર   છે.

હવા    છે    સુગંધી ,
સળવળે  બદર  છે.

શબદ   દે   ઉજારો,
કલમની  કદર   છે.

ગંગાનું  અવતરણ,
તપે  તે  સગર   છે.
           ***
-કૃષ્ણકાંત ભાટિયા
        'કાન્ત '

No comments:

Post a Comment