Tuesday, 25 April 2017

ગીત

*ગીત:લાગણીનાં છોડ*

લાગણીના  છોડ તું ઉગાડજે,
હોય કોઈ રંજીશ તો ઉખાડજે.

થાકી ગયાં કરી વેરઝેર,
પ્રેમનાં અમર બીજ વાવજે,
સાથ તારી ક્રિષ્ન મારો આવશે,
લાગણીનાં છોડ તું ઉગાડજે.........

તારાંથી આ સમાજ છે,
નથી તું સમાજથી......,
નફરતની રીત તું કાઢજે,
લાગણીનાં છોડ તું ઉગાડજે........

બાવળો વાવીને,આંબા કેમ ઉછરે,
સુગંધ તું પ્રેમનાં ફૂલોની ફેલાવી,
ઈશને રાજી રાખજે,
લાગણીનાં છોડ તું ઉગાડજે.......

લાગણીનાં છોડ તું ઉગાડજે,
હોય કોઈ રંજીશ તો ઉખાડજે.........

કાજલ કાંજિયા 'ફિઝા'
20/4/2017

No comments:

Post a Comment