આ કોણ આવીને સપના હજારવાવી ગયુ
જીવન મારુ રંગોળી સમ કોઈ સજાવી ગયું
આંખ મીચુ જ્યારે શમણાં એના રમે છે પહેલા કરતા જાણે જિંદગી વધુ ગમે છે
શાંત હૃદયમાં ખળભળાટ કોઈ મચાવી ગયુ
જીવન મારું રંગોળી સમ કોઈ સજાવી ગયું
શબ્દોના સહારેકશું વ્યક્ત કરતા નહિ ફાવે
મૌન સમજે મારુ એ દિવસ કદાચ આવે
આતમના આસને સ્થાન કોઈ જમાવી ગયુ
જીવન મારું રંગોળી સમ કોઈ સજાવી ગયુ
પૂર્વી બ્રહ્મભટ્ટ
No comments:
Post a Comment