Tuesday, 2 May 2017

અછાંદસ

દર્દ હજારો પચાવીને
મીઠી મુસ્કાન વહાવું છું..હા હું ગુજરાતી છું.
કાંટાઓ હજાર દામન માં
થઈને ઘાયલ ફૂલ બિછાવું છું..હા હું ગુજરાતી છું.
અડધામાંથી અડાડધું કેવું !
થા મહેમાન કદી આખેઆખું પધરાવું છું ..હા હું ગુજરાતી છું.
બસ ! આટલું મારુ ક્યાં જાણું છું
વિશ્વના હર ખૂણાને દિલમાં વસાવું છું..હા હું ગુજરાતી છું.
વેચી જાણું ધૂળ પણ વેપારી છું
આવે જયારે લાગણીની વાત ખુદને વેચવા મુકું છું..હા હું ગુજરાતી છું.
નરસિંહ નો કેદારો છું
ભીડ પડે હરદમ ગમ્યું વરસાવું ..હા હું ગુજરાતી છું.
શગાળશાહ ની અડગ ભકતિ કાજે "નીલ"
આજે પણ ચેલૈયો બની ગમે ખંડાવું ...હા હું અનોખો ગુજરાતી છું.
શોધાશોના જોડ મારી આ જાગે
હું કુદરતનું અજોડ સર્જન ગુજરાતી છું.
      રચના: નિલેશ બગથરીયા
               "નીલ"
જય જય ગરવી ગુજરાત..
ગુજરાત સ્થાપના દિનની સર્વ ગુજરાતીઓને પ્યારી ગુજરાતીમાં શુભકામના.

No comments:

Post a Comment