રેતમાં પણ વહાણો ચલાવ્યાં અમે ,
વાદળો દુઃખનાં સૌ હટાવ્યાં અમે .
કેટલા ઘાવ ઝીલ્યા કયાં યાદ છે ,
આંસુઓ વેદનાના છુપાવ્યાં અમે .
છૂટકો ક્યાં હતો લડત આપ્યા વિના ,
ભીતરી દુશ્મનોને હરાવ્યા અમે .
કેટલી વાર માગી પછી તો ક્ષમા ,
આમ નારાજ સૌને મનાવ્યા અમે .
પ્રેમનું જ હથિયાર લઇને 'જશ' ગયા ,
પારકા પોતિકા સૌ બનાવ્યા અમે .
જશુ પટેલ
૦૨-૦૫-૨૦૧૭
યુ.એસ.એ.
No comments:
Post a Comment