ધર્મના નામે થરક આપો મને
યા સજા કોઈ કડક આપો મને
સ્પર્શ એનો ચાહું હું પારસમણી
ક્યાં કહ્યું છે કે કનક આપો મને
સૂર્ય સામે તેજમય હું પણ રહું
દિવસે એવી ચમક આપો મને.
ખીલીને તો ફૂલ કરમાઈ જશે;
કંટકોમાંથી મહક આપો મને
ધરતી ખેડી ઉપજાવે દિકરી;
એક એવો બસ જનક આપો મને
-સર્જક
No comments:
Post a Comment