Tuesday, 2 May 2017

ગઝલ

■ ગઝલ ■

  ખુદ તું હાજર નમાજે થાય છે,
વાગતા તબલાં રિયાઝે થાય છે.

હોય સાચી સાવ બંદગી આપણી,
  તો ખુદા સામે કહેજે થાય છે.

એ ઇબાદત ના કરે તો શું થયું?
આખરે સેવા તકાજે થાય છે.

બેસસે પાછો ફરી સામે આમ તો,
એ હવે માણસ જનાજે થાય છે.

એ હલેસા પણ નથી હાથો તણાં,
બસ તું કાગળ જહાજો થાય છે.

  જીત એની થાય છે જો આખરે,
આ ધરા પર 'રવિ' ભલાજે થાય છે.
              - રવિ ડાંગર  (મોરબી)

No comments:

Post a Comment