Tuesday, 2 May 2017

ગઝલ

ભલી ભાવનાનો ચમત્કાર લાગે,
મધુરો મને  આજ  સત્કાર લાગે.

ઉછાળે  ચડેલી  તરંગી  ઉમંગો,
મચલતી મલકતી તલબગાર લાગે.

સમયના કરમની અપેક્ષા અનુઠી
સહજતા ધરેલો જ ઉપહાર લાગે .

ડસે છે નજરના ઉછળતા ઉમળકા
પ્રણય ભાવ ભીનો અમલ વાર લાગે.

ફળી છે ચહેલી  હ્રદય ચાહનાઓ,
મળ્યો સાવ નોખોજ ઉપહાર લાગે.

લગી ચાહ લાગી ધરી ભાવ લાગી
ખરેખર મને તે મિલન સાર લાગે.

જગેલા જણાવે મનો ભાવ માસૂમ,
અનોખા મિજાજી કલમકાર લાગે.

                  માસૂમ મોડાસવી

No comments:

Post a Comment