કેરી ઓન કેશર જેવું મુખડું બની ગયો,
આંબાની ડાળે ઝૂલતી ઋતુરાજ બની ગયો.
રૂપ જોબનનો અફીણી બનીને આવ્યો,
પ્રેમ કટારી લાગી'તો ઘાયલ બની ગયો.
રૂપ છલકાતી ફાગણની ફાલુડી ખીલી,
ગુલાબ બની આવ્યો'તો અત્તર બની ગયો.
પૂનમનો ચાંદ ગેલેક્ષીમાં રવિરાજ બની ચમકે,
મનમોહક મુખડાનો મહેમાન બની ગયો.
ઊર્મિ વૈભવનો આસ્વાદ અંગેઅંગમાં નીરખું,
"અઝીઝ"ની રચના કાયમી સંભારણું બની ગયો.
ભાટી એન "અઝીઝ"
No comments:
Post a Comment