Thursday, 4 May 2017

ગઝલ

હૃદય   મીણ  છે  પથ્થર   નથી,
ભરમ   ક્ષીણ  છે  નક્કર  નથી.

ન  ડર   દુશ્મનોથી   આજ  તું,
બિચારો   છે  એ  લશ્કર  નથી.

કફન     કોઇ    ઓઢાડો    મને,
મરી  ગઈ  છું કઇ અવસર નથી.

તમારી     સમજમાં    ફેર    છે,
હું    તીખાશ   છું  સક્કર  નથી.

ભલેને   જગત   ક્હે     બેરહમ,
ઝુકીને    નમું     અક્કડ     નથી.

વધારે    તમે    કઇ    ના    કહો,
'ફિઝા'  છું,   હું    કળતર   નથી.

કાજલ કાંજિયા 'ફિઝા'
1/5/2017

No comments:

Post a Comment