Thursday, 4 May 2017

ગઝલ

ગઝલ

દુબળાને દૂધ કંઈ પચતું નથી,
એમ મારું દુ:ખ પણ સસ્તું નથી.

થાય છે, મચડીને દિલ ફેંકી દઉં,
હું કહું એ કામ કંઈ કરતું નથી.

ભીડ લોકોની હતી જેમાં સદા,
આજ એ દિલ કોઈમાં વસતું નથી.

હાથ લોહીઝાણ શાને થઈ ગયા?
તોડતાં એક ફૂલ આવડતું નથી.

છેવટે આજે અરીસાએ કહ્યું,
છે બધું તારું અહીં, બસ તું નથી.

આવ કે જા, તું કહે નહીં એટલે,
મોત ઉંબરથી જરા ખસતું નથી.

પ્રેમના બદલામાં તું શું દઈ શકે?
લાગણી છે, હાટની વસ્તું નથી.
== મંથન ડીસાકર (સુંરત)

No comments:

Post a Comment