મેઘધનુષી પરિધાન ધારણ કરી ટહેલું તો
અંતરના અહેસાસને ટહુકા ચુંબન કરે
ને ગુલમહોરને નિરખીને ખિલેલો આ તડકો
જોને અસ્તિત્વમાં ગરમા ગરમ જોબન ભરે
ગરમાટા માં ગરમાટો કહે છે ગરમીને કાપે
તને નિરખું ને વજૂદ મારૂં એમ કુંદન બને
ક્યાં વિસામો છે યાતાયાતનેય આ સડક પર
ઉંઘેલી આળસમાંય ભરબપોરે યૌવન ભરે
પછી તો બળબળતી એક ક્ષણે તારું એક સ્મિત
શિતળતાની લહેર તારા ગાલનું ખંજન બને
છોને હોતી ઋતુઓ કોઈ પણ-તું છે તો"પરમ"
"પાગલ"બનાવી મને તું કેવું અનુકૂલન કરે
ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)
No comments:
Post a Comment