Thursday, 4 May 2017

અછાંદસ

##તડકો##

તરસ્યોએ આખા જન્મારાનો,
ધરાને ધમરોળે,
પાણીનો પડછાયો પણ એને ના ગમે,
એકલમૂડો ,
લુચ્ચો જોને !
એકલો રમે,
આંબે પીપળે ને ડાળે ડાળે
ચડે,
પાક્કો.. કેવો !
ન નીચે પડે!
હવાને હાથ પકડી ચક્કરડી ફેરવે,
ચક્કર ખાઈ હવા ચોમેર ઉડે,
બળતી એ બીચારી
ગરમ આસુંડા વેરે,
બારીમાંથી એની ઉની ઉની
આચ આવે,
હસતો કેવો ?
ખુશીમાં નાચે
જો ને! બારી બહાર
તોફાની તડકો રમે.

-સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment