ચોક પર આકાશના રમતી બપોર,
ધોમ ધખ ધીખે ધરા ચઢતી બપોર.
ઊના ઊના વાયરે દળતી બપોર,
લાવશે વરસાદ આ કળતી બપોર.
મ્હૉર જાણે લીમડે અમરત ઝરો,
ચૈત્રના તડકા અડે વસમી બપોર.
હાય રે વૈશાખ તે ભારે કરી,
ગાલ કર ના લાલ ઓ બળતી બપોર.
મેહૂલો ગાજે અષાઢી કેફમાં,
મનમયૂરે ચેન ના ઢળતી બપોર.
ડાળ ડાળે મોગરા ખીલ્યા અઠંગ,
કેટલી નમણાશથી અડતી બપોર.
Dt : 3/5/2017 * નિશિ સિંહ *
No comments:
Post a Comment