ચાલ આજ કૈક અલગ કરી જોવ.
શ્યામ ની બંસી રાધાને ધરી જોવ.
તારો કાયમી નિવાસ મારા દિલમાં,
આજ હું તારા દિલમાં રહી જોવ.
સ્મરણ તો સવાર સાંજ હોય તારું,
એકવાર આજ હું તને વિસરી જોવ.
ક્યાં શોધીશ હું ખુદને, તને ભૂલીને,
તોય ચાલ હું જીવતાજીવ મરી જોવ.
તું એક મહેકતા ચહેકતા ઉપવન સમો
હું એક પર્ણ પીળું, તારી શાન માં ખરી જોવ.
...રુહ...🌹
~બીના ગૌસ્વામી.😊
No comments:
Post a Comment