Friday, 26 May 2017

અછાંદસ

પ્રેમ
શબ્દ નથી
ઘટના નથી
દેખાડો નથી
કહી પણ નથી શકાતો
ફક્ત મહેસુસ થાય છે
દિલની ઊંડાઈઓમાં, એકદમ ઊંડે
જેમાં ડૂબવાનુ હોય છે
પણ કંઈ હોશ જ નથી રહેતો
એક એવો આનંદ
જેનું વર્ણન નથી કરી શકાતું
જે શબ્દોમાં નથી સમાતો
ફક્ત મહેસુસ કરી શકાય છે
પણ શરત એ છે કે પ્રેમ શરત વગર નો હોય
જેમાં શબ્દો ના હોય,  અપેક્ષા ના હોય
જે કહેવાનો નહીં ફક્ત કરવાનો હોય
આત્માથી, દિલના ઉંડાણથી
જે નિરંતર હોય
જેમાં તડપ હોય
સમર્પણ હોય.....

ઉષાં જાદવ

No comments:

Post a Comment