ગઝલ
મા તું કહેતી'તી ખુમારીની કથાઓ બાળપણ સુધી,
તો ભગ્ન લઈને સ્વપ્ન જીવી કેમ ના શક્યો હું ક્ષણ સુધી?
પડતાં જ મારા આંસુ બે છલકી ગયો દરિયોય છે અહીં,
ને એટલે તો ઉછળી રહ્યાં છે મોજાં છેક રણ સુધી.
ક્યારેક હું એકાદ ઠેકાણું વિચારું કોઈ દુઃખનું,
તો વેદનાઓ દૂર દોરી જાય છે તારા સ્મરણ સુધી.
હેં આટલી પણ સ્વપ્નની તો કેમ ઈર્ષ્યા આવતી હશે?
લોકો બધાં આવ્યા છે મારી ઊંઘના પણ અપહરણ સુધી.
આ ટેરવે ઉછેરવાનો રણ,મને અફસોસ એટલો,
પાછી વળી છે કૈંક રમ્યોત્તમ્ નદી આવી ચરણ સુધી.
-મેઘરાજસિંહ પરમાર
No comments:
Post a Comment