Tuesday, 30 May 2017

ગઝલ

રસ્તામાં જોઈને મુજને સનમ આમ શરમાઈ ગઇ,
કળતર  ધરી  હૃદયમાં  લાખ  મારા હરજાઈ ગઇ.

વિતેલા  સમયને ગોત્યો વર્ષો બાદ દિલમાં આજે,
ફરી  પકડી  કલમ  મેં ને  ગઝલ એની રચાઈ ગઇ.

અમે  બે-ચાર  લેખો શું લખ્યા  આ પ્રેમના દોસ્તો,
ન  જાણે  કેમ  આખી  જિંદગી મારી વંચાઈ ગઇ.

વસવસો કાયમ રહ્યો જિંદગીમાં એટલો "જયલા"
કહીને "હા" પછી એ કોણ જાણે ક્યાં સંતાઈ ગઇ.

@@@ જયલા

No comments:

Post a Comment