*આપો મને*
પ્રેમ કરવા એક તક આપો મને,
ચાહવાનો એક હક આપો મને.
આપ કાં તો ભાવભીની લાગણી,
કાં સ્મરણમાં એક અક આપો મને.
ના બધું આપી શકો તો ચાલશે,
બસ,ફકત દિલનો ઘટક આપો મને.
આ નયનજળનો નશો આપો મને,
મૌન હોઠોનો ગજક આપો મને.
રૂપુ આપો ના કનક આપો મને,
પાંદડી ને ફૂલનો ચક આપો મને.
રાહને તાકી ઉભો જોવા તને,
આંખમાં તીખી ઝલક આપો મને.
હે ! પ્રભુ સાંભળ હૃદયની પ્રાથૅના,
"કાસ"ના દિલનું "કસક" આપો મને.
-સંદિપ પટેલ"કસક"
No comments:
Post a Comment