"આજ અસહ્ય લાગે
આ દૂરી ,
તારી પાસ છતા દૂર....
તારા એક સ્મિત પર
હું વારી વારી જાઉં.
મીઠાં ગાલોના ખંજન માં
હું સિમટી જાઉં
અંતર ના ભાવો ને
આજે ઉર માં છૂપાવ્યા.
વરસો થી મૂંઝાતી
તને હળવા ને મળવા.
વાતો કરવી તારી સંગ,
પણ કયારેય કહી ના શકી.
પણ સમયે માઝા મૂકી,
ના રહી એવી મન ની દુરી
હંમેશા એક બીજા માં
સમાતા રહયા ભિતર
હું ઊંડાણે
સીમટતી ગઈ,
હંમેશા એની હું થઈ ગઈ.
તારો સ્પર્શ હંમેશા
મારી યાદો ના ટેરવાં પર,
આજ ની ઘડી એ ઝંખું છુ.
તારી તસ્વીર માં
હું અનેક રંગો ભરુ,
પણ એક ભરુ મારા
પ્રેમ ની સરવાણી નો રંગ
કોઈ ના તોલે આવે મારા
પ્રેમ નો અમૂલ્ય રંગ
મીના માંગરોલીયા. મીનુ.
No comments:
Post a Comment