Tuesday, 30 May 2017

અછાંદસ

ઘણી જુની કવિતા...ફરી નવા મિત્રો્ માટે...

અહો ! અહો ! માદ્રી!,
રમ્ય રૂપ તારું દીપી રહ્યું , મુજ નયનમાં,
હું કામાંધ, મોહી રહયો તુજ દેહલાલીત્યમાં,

હે ! સુશોભીની!,

આ કરકમળ નાં કંકણ ઓપી રહ્યા તુજ કરને,
સુધાંશુ જેમ ઓપી રહે ગગને પૂર્ણિમાએ,
કર્ણફુલ કુંડળ ડોલી રહ્યા તુજ કર્ણે,
મદન જેમ ડોલી રહે વસંત ને અંગે,

હે ! સુહાસિની!

સૌં પાંખડીઓં ગુલાબની ભેગી કરી ઘુટું હું પ્રણયમાં..,
અર્પું તુજ ઓષ્ઠને પ્રણયરૂપે,લાલી ખીલી રહે સુર્યની અધર રૂપે,
તારા અધરસ્મિત નો મુગ્ધ રાગ આલાપી રહે તુ વસંતમાં,

ચાંદનીનાં નિર્મળ ,સ્વચ્છ વસ્ત્ર અને આ ઝરણાનું રમ્ય.. ગીત..,
તુજ કામ્ય કાયા માં ગુંજી રહે..નીશાબ્દતામાં...,

હે ! મૃગનયની !

તારું આ મુગ્ધ લોભામણું અંગેઅંગ..પ્રીતમને મુક ઈંજન આપી રહ્યું,
અહો! અહો! આ કામ્ય કાયા નું કામણ..મુજ ને ખેંચી રહ્યું..,

અહો! મુજ દેહે આવી વસો, હે રમ્યા !,

નહિ ! નહિ! આ નહિ જ પ્રિયે!,
શું! વિસરી ગયા શ્રાપ મુનિનો ?,
આ કામ્ય દેહની માયા ત્યજો પ્રીતમ !,

અહો ! ઋષિ તમોને વંદન ! શ્રાપિત હું તમારી વ્યથાનો,
ઓં ! કામ ! નાં દંશ મને તુ, શ્રાપિત છું હું ,

અહો ! મુજ દુર્ભાગ્ય ! હું જક્ડું તને ગાઢ આશ્લેષમાં..
અને આ કાળ ! ગ્રસે મને તેના પાશમાં,

ઓં ! કાળ ! નાં ગ્રસ મને તુ,અભાગિયા ને શું રંજાડવો,
પણ આ કર્મની કઠિનાઈ ! આપણે બેઉ લાચાર,
સિદ્ધાંત કર્મનો ...

નિરંકુશ ઓં કાળ ! અભાગીયો હું નાં સ્પર્શી શકું,
મારી પ્રિયંવદાને ..હું સ્પર્શું તો તુ મને ગ્રસે ,

આ તરસ ! પ્રિયતમાની કેમ રહું અળગો તુજ આશ્લેષથી ,
હે ! કાળ ! ગ્રસી લે તુ મુજ ને ..

હે ! પ્રિયતમા ! જકડ મને તુ તારા બાહુપાશમાં ,
આ કાળ મને ગ્રસી જ જશે,
વિખુટો પડું હું તુજ થી .નહિ બને એ મુજ થી ....

અસ્મિતા

No comments:

Post a Comment