Tuesday, 30 May 2017

અછાંદસ

તમને તડકો ગમે છે
તો ગમવા દો,
તમને ઠંડી ગમે છે
તો ગમવા દો
તમને વરસાદ ગમે છે
તો ગમવા દો
તમને
રાત ગમે છે,
તારા નક્ષત્ર,ગ્રહો,મંદાકિની વિશ્વ,ખગોળ ભૂગોળ
ને એવું કંઈક
તમને ગમે છે
વૃક્ષ વનરાજી જીવ સજીવ નિર્જીવ
તમને ગમે છે
લાગણી પ્રેમ ઝંખના પ્રતીક્ષા તિતિક્ષા ઉપેક્ષા
તમને ગમે છે

સકલ લોકમાં સૌને વંદે એવું કંઈક

હા મને ગમે છે
એક માત્ર તારી આંખમાં ઘેરાયેલાં
વાદળાં
જેમાં હું નાહીને
બની જાવ છું...
ચીરકાળ શુદ્ધ.

વીનું બામણિયા"અતીત"

No comments:

Post a Comment