વિકાસે વધેલું ગુજરાત મારું,
ઉધમે મઢેલું ગુજરાત મારું.
નજરખુબસુરતનજારા નિહાળે
હરેલું ભરેલું ગુજરાત મારું.
ભલી લાગણીયો છલકતી હ્રદયથી
સબંધે સજેલું ગુજરાત મારું.
ધરામાં દબેલા ખનીજી ખછાના,
સમ્રૃધ્ધિ ભરેલું ગુજરાત મારું.
પશુધન નિભાવે ગ્રામિણ જીવન
પસીને વરેલું ગુજરાત મારું.
નફા નુકસાની ગણીને ગણાવે,
વણીકે ઘડેલું ગુજરાત મારું .
કલાના કસબ થીજ માસૂમ ચહેરા,
ઘડીને જડેલું ગુજરાત મારું.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment