Tuesday, 2 May 2017

અછાંદસ

મૃત્યુ સિવાય કોણ સહલવાશે ?

અગોશમાં લઈ ને બેઠી છું મોતને,
હદયની નાજુક દીવાલોની નશો હાંફી રહી હવે..
પોપચાં અધીર બન્યા તને જોવા,
મારી કિકી તને શોધી રહી ક્યાં ઉભો છે તું ?
હાથ લંબાવી યમદૂત બોલી રહ્યા છે.
જોઈ લે તારા કહેવાતા પ્રિયેજનને છેલ્લે,
ચકળવકળ તને શોધું છું પણ તું ?
ખૂણામાં ઉભો સુખડ ના હાર મંગાવી રહ્યો
કોઈક શબવાહીની રાહ જોઈ રહ્યું છે,
મારા હદયના ખૂણે સંબધ તરફડી રહ્યો હતો..
તેણે તો મને મરતાં પહેલાં જ દફનાવી દીધી.
ચીંથરે ચીંથરા થયા મારા અસ્તિત્વના,
આખી જીંદગી જેને અર્પણ કરી હતી,
તે થોડીક પળોમાં જ મને બહાર કાઢી નાખશે..
શિખરોની કેડી પરથી  ફંગોળી એવું લાગ્યું.
ત્વચાની નીચે હવે લોહી ધીમે થીજવા માંડ્યું હતું...
કેનવાસનું ...ચિત્ર હવે ઉપસી આવ્યું હતું...
તમે જ્યાં સુધી કામના તો બધા તમારા ...!!
વિરક્ત મારુ હ્ર્દય જવા માટે અહીંથી આજીજી કરી રહ્યું છે....

રૂપાલી ચોકસી "યશવી "

No comments:

Post a Comment