Tuesday, 2 May 2017

ગીત

*ગીત*
*માપમાં બોલો*

શબ્દોને તમે તોલો મોલો,
કંઈક તો તમે માપમાં બોલો!.....

મનમાં આવી જેટલી વાતો,
બોલી ત્યજે ખુદનો માભો,
કેમ આમ જ તમે જાતને ખોલો!?
કંઈક તો તમે માપમાં બોલો!......

બોલ્યા શબ્દો પાછા ફરે નહીં,
ઝેર કદી મીઠાં લાગે નહીં,
લાગોછો તમે અપશુકનિયાળ હોલો,
કંઈક તો તમે માપમાં બોલો!.....

શબ્દોને તમે તોલો મોલો,
કંઈક તો તમે માપમાં બોલો!.....

કાજલ કાંજિયા 'ફિઝા'
3/5/2017

No comments:

Post a Comment