Thursday, 4 May 2017

ગીત

* * *
હરિ,આવો કાં બોલાવો...!
જોવા તમને મારે લેવો ભવ-ભવનો ચકરાવો ?

પાકેલી કેરીની સોડમ હુ સંતાડું કેમ ?
અક્ષત ઝંખના મળવાની હવે ગોપિત રાખું કેમ ..?
હળુભળુ તમને થવાનો મેં કીધો દાવો
હરિ,આવો કાં બોલાવો...!

મંદિર,દેરી ,મહાલયો શી હવેલીઓ પણ ઠાલી
આરાધન ,કીર્તનના ગાણા લાગે ખાલી ખાલી
હોવાપણાની સાચુકલી એક ધજા ફરકાવો
જોવા તમને મારે લેવો ભવ-ભવનો ચકરાવો ?
હરિ,આવો કાં બોલાવો...!
-પ્રકાશ પરમાર

No comments:

Post a Comment