દિલમાં વસો છો; કોણ છો તમે?
મીઠો નશો છો; કોણ છો તમે?
હદથી વધારે પ્રેમ આપતા,
પ્રેમી અશો છો; કોણ છો તમે?
જોયા અમે સુંવાસ વેરતા ,
શ્વાસે શ્વસો છો; કોણ છો તમે?
પ્રેમી બની આગળ વધી ગયા,
પાછા ખસો છો; કોણ છો તેમે?
આસું તણો દરિયો નયન મહીં,
તો પણ હસો છો કોણ છો તમે?
-સંદીપ ભાટીયા
No comments:
Post a Comment