Tuesday, 2 May 2017

ગઝલ

જોઈને ન્હાતા તને આ ઝરણાં ઝરતાં થઈ ગયા.
ત્યાંરથી આ પથ્થરો પણ જો પીગળતા થઈ ગયા.

કેટલા ! વ્હાલા હતાં આ સ્વપ્ન મારી આંખના;
ઊંઘ  શું ઉડી ! સવારે એ રઝળતા થઈ ગયા.

 ક્યાંક તો હૈયે મળ્યો છે સ્પર્શ તારા હૂંફનો;
એટલે આ લાગણીના શબ ધબકતા થઈ ગયા.

જ્યારથી જોયો કિનારે આભના એ ચાંદને;
 શાંત મોજા આ હદયના જો ઉછળતા થઈ ગયા.

આમ સર્જક  ક્યાં હતા એ કોઈના પણ કામના;
વર્ખ સોનાનો ચડ્યો શું કે અમસ્તા થઈ ગયા.

*-સર્જક*
____________________________
*મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ*

No comments:

Post a Comment