આકાશ મહેંકી ઉઠે પીંછું તરે હવામાં;
સાંજે સવારે ટહુકે પીંછું તરે હવામાં.
લાલાશ ઓઢી જાણે હળવાશ આપી જાણે;
બોળે જ્યાં ચાંચ ટીપે પીંછું તરે હવામાં.
ઈચ્છા છે ઊડવાની ઊડો સકાળ ઊડો;
શબ્દો સજાવી હૈયે પીંછું તરે હવામાં.
ઊંચાઈ માપવાને ઊંડે જવાનું રાખે;
બ્રહ્માંડને ય જીવે પીંછું તરે હવામાં.
હળવા થવાને માટે જે જાતને ફગાવે;
પક્ષી બની જો જાણે પીંછું તરે હવામાં.
19:17 ---- ગુણવંત ઉપાધ્યાય
25052017
No comments:
Post a Comment