Thursday, 4 May 2017

ગઝલ

લે પલાશી ઘોડલે આવ્યો ઉનાળો,
સીમ, વગડે, ચોકમાં ફાવ્યો ઉનાળો.

સુર્ય તપતો રાતલો થઇ નભ વચારે,
બાળ-બુઢ્ઢા ત્રાહિ જો તાવ્યો ઉનાળો.

પીળચટ્ટા ફૂલની સોગાત લઇને,
કાગ-ચકલાં કાજ આ વાવ્યો ઉનાળો.

આમ્રકુંજે મંજરી મ્હોરી સુગંધી,
ગુલમહોરી સાંજ જો  લાવ્યો ઉનાળો.

કાળઝરતાં તાપમાં અટવાય તૃષા,
શેલડીના કૂચલે ચાવ્યો ઉનાળો.

કોકિલા કુંજે અહીં શમણાં મહીં જો,
ગામના ટીંબે ભુખડ ઊગ્યો ઉનાળો.
                    ડો જિજ્ઞાસા

No comments:

Post a Comment