તું સજે શણગાર મારા પ્રેમના,
તો ઘણા આભાર મારા પ્રેમના.
ના કહે છે, હા કહે છે, શું કરું,
ક્યાં મળે આસાર મારા પ્રેમના.
જીરવી શકશે નહીં એ જોઈને,
છે બહુ આકાર મારા પ્રેમના.
એ પધાર્યા આજ ઘરના આંગણે,
થ્યા સપન સાકાર મારા પ્રેમના.
તું બચી તો ના શકે "જયલા"કદી,
લે કર્યા મેં વાર મારા પ્રેમના.
@@@ જયલા
No comments:
Post a Comment