Monday, 29 May 2017

ગઝલ

લોકો ખરેખર વ્યસ્ત છે કે વ્યસ્ત નથી,
આ વિષય પર મારો કોઈ મત નથી.

જીવતા જીવતા જીવવાની લત પડી ગઈ,
બસ બીજી કોઈ બુરી આદત નથી.

ઍ કહે છે 'આવતા જન્મે મળીશું',
મેં કીધું ' આ વાતથી સંમત નથી'.

લાગણીઑ ઝેરમાં બોળીને પીરસો,
હો તમારી તો કોઈ હરકત નથી.

છે બધું અહીંયા જ મારા ઘર મહીં,
બીજે કયાંય કોઈ પણ જન્નત નથી.

હ્રદયમાંથી પસાર થઈ ખુશ છે 'દિપક',
ડેરો જમાવવાની ઍને ચાહત નથી.

- દિપક ઠાકર

No comments:

Post a Comment